2
 
 
 
ધાર્મિક માહિતી
 
 
     
  મામા સાહેબની જગ્યા:  
 
     રેલ્વે સ્ટેશન પાસે જ આ પ્રાચીન સુંદર જગ્યા આવેલ છે. જયાં સોમવાર, ગુરૂવાર, શુક્રવાર કયારેક તો આખુ સપ્તાહ ગરીબ મજુરોના બાળકોને જમાડવામાં આવે છે. મનસુર શાહ પીરની દરગાહ: ગામમાં પ્રવેશતા જ આ દરગાહના દર્શન થાય છે. જે હિન્દુ-મુસ્‍િલમ એકતાનું પ્રતિક છે. મનસુરશાહ ઓલિયા તથા પરમ સિધ્ધ સંત શ્રી માનનાથ બાપુ પરમમિત્રો હતા તથા રૂપાવટી નદીને સામસામે કાંઠે નિવાસ કરતા જયાં તેઓની સમાધિઓ છે.
 
     
  જાગનાથ મહાદેવ:  
 
     રેલ્વે સ્ટેશન રોડ આવેલ આ ગિરનારી નાગા સાધુની જગ્યા છે જયાં નાગા સાધુની કામગીરી પૂજા કરતા હાલ સુંદર જગ્યા બની ગઈ છે. જયાં અગાઉ બાંધ્યા વગરની બોડીવાવ હતી. દાતાઓ તેના પરથી તેને બોડીવાવ પણ કહે છે. હાલ ટ્રસ્ટ દ્વારા સંથાલન થાય છે.
 
     
  સ્વામિનારાયણ મંદિર:  
 
     (૧) બ્રાહ્મણશેરીમાં આવેલ પ્રાચીન મંદીર છે કે જયાં ખુદ સહજાનંદ સ્વામી બે વખત પધાર્યાનું કહેવાય છે. જયાં ઉતર્યા હતા તે ઓરડો હાલ મોજુદ છે. અહિં રામાણી પરિવારના રત્ના બાપુ સાધુ હતા તેમ મનાય છે. આ મંદિરની જગ્યા બે બ્રાહ્મણોએ દાનમાં આપી હતી હાલ ભવ્ય મંદીર બની ગયેલ છે. જયારે (ર) અક્ષર પુરૂષોત્તમ (બોચાસણવાસી) મંદીર હાલમાં જ નવ નિર્મિત સુંદર છે.
 
     
  રામાપીર મંદિર:  
 
     (૧) હરિજનવાસનું મંદિર સંવત-ર૦૦૯નું પ્રાચીન મંદીર ગણાય છે. (ર) ચક્કરવાળા મંદિર: નારણભાઈ ખવાસ તે સ્વપ્ન આવેલ તે પ્રમાણે આ મૂર્તિઓ વાવડીની વાવ પાસેના વોકરામાંથી મળેલ છે. અને નારણભાઈ ખવાસે આ મંદિરની જગ્યા ગોંડલ બાપુ પાસેથી વેચાતી લીધાનું મનાય છે. આ ઉપરાંત (૩) ધોબીતળ પાસે એક સુંદર મંદિર નિર્માણ થયું છે. (૪) હોળીધાર પાસે પણ મંદિર થયું છે.
 
     
  પીપળેશ્વર મહાદેવ (રોકડ શેરી):  
 
    પીપળાએ જાણે પોતાના મુળીયા વડે જ સ્લેબ બનાવી દીધો છે.તેવી છત વાળુ જોવા જેવું સુંદર પીપળેશ્વર મહાદેવનું પ્રાચીન મંદીર છે.
 
  રણછોડરાયજીનું મંદિર:  
 
     અતિ પ્રાચીન ઐતહાસિક મંદીર છે. સાધુઓની જગ્યા તેના પર ર૦૦ વર્ષ પહેલા નવું મંદિર થયેલ છે. જે અતિશય સુંદર છે. બહુચરાજી માતાનું મંદિર જે પ્રાચીન મંદીર છે ત્યાં માત્ર ’’યંત્ર’’ ની પૂજા થાય છે. બહાર ફળીયામાં મૂર્તિ સ્થપાયેલ છે.