પંદરમી સદી: |
ધુમલીમાં ભાણ જેઠવો અને જુનાગઢમાં રા-ચુડાસમાની રાજય સીમા વચ્ચે આમ તેમ પલટા (મોગલ સત્તા નબળી પડતા નાગર - દેસાઈઓના હાથમાં) |
ઈ.સ.૧૭પ૩: |
નાગર- દેસાઈઓએ ગોંડલના જાડેજા હાલોજીને વેચી દીધુ.આ સત્તરમાં સૈકામાં જ કુંભાજી પછીના હાલોજીએ અરડોઈ ગામથી ગોંડલ રાજધાની ફેરવી અને પછી કુંભાજી(બીજો) આવ્યો તેણે રાજય વિસ્તાર વધાર્યો. |
ઈ.સ.૧૮૦૪: |
પ.પૂ.સંત શ્રી માનનાથ બાપુ જામજોધપુરથી પોતાના શિષ્ય માકડીયા પરિવારના લાલજી અંબાને લાવી ભાયાવદરનું તોરણ બંધાવ્યુ. |
ઈ.સ.૧૮૮૭: |
ધોરાજી-પોરબંદર રેલ્વેની શરૂઆત. |
ઈ.સ.૧૮૯પ: |
પુના ફગ્યુશન કોલેજને રરપ૦૦ /- રૂ.બક્ષીસ આપી ગોંડલના ૧૦ વિદ્યાર્થીઓને વગર ફી એ ભણવા/રહેવાની વ્યવસ્થા કરી. |
ઈ.સ.૧૯૩૦ / ૩૩: |
પુલ, નિશાળ, સડકો, વૃક્ષો, દવાખાના કર્યા. |
ઈ.સ.૧૯૦૯: |
ભગવતસિંહનાં રાજકારોબારને રપ વર્ષ પુરા. વેપાર વધારવા દાણ (જકાત) માફી રેલ્વે રસ્તાની સુવિધા વાવકુવા ર૮૦૦ માંથી વધારી ૮૦૦૦ કરાવ્યા ગોંડલ, પાનેલી મોટા ડેમ બનાવી કેનાલ સુવિધા કરી. ખેડૂતો માટે રસ્તા બનાવ્યા અને વેરા માફ કર્યા જેમ કે પૈડાવેરો સાંતિવેરો, ચીલા વેરો, મસવાડી વેરો ઉઘડ વેરો વગેરે આયાત-નિકાસ ઉત્પન્ન, નાકાવેરો વગેરે માફ તેથી ખેતી તથા ઉદ્યોગોને ખુબ જ પ્રોત્સાહન મળ્યુ પરિણામે શહેરનો વિકાસ ઝડપી બન્યો. |
ઈ.સ.૧૯૧૭: |
કન્યા માટે મફત અને ફરજીયાત કેળવણી જો કન્યા એક દિવસ ભણવા ન જાય તો ત્યારનો એક આનો દંડ |
ઈ.સ.૧૯૩૪: |
’’સુવર્ણ મહોત્સવ’’માં ભાયાવદરના પ્રતિનિધિઓ: (૧) ખેડૂત હિરજી લાલજીભાઈ (ર) પોપટ ઘેલા તથા અન્ય કાર્યવાહક સમિતિની રચના જેમાં |