|
તા.૧-૧-૧૯૦૪ થી ગોંડલ રાજય તરફથી ભાયાવદરને બીજા વર્ગનો દરજ્જો આપવામાં આવ્યો અને પ્રજાના પ્રતિનિધિઓની નિયુક્તિ રાજય દ્વારા થતી. |
|
તા.૧-૮-૧૯પ૦ થી પ્રજાસત્તાક ભારત બનતા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ભાયાવદરનો વહીવટ સંભાળ્યો હતો. |
|
તા.૧-૪-૧૯૬૩ થી ભાયાવદર શહેર સુધરાઈનું નગરપંચાયતમાં રૂપાંતર કરવામાં આવેલ અને ત્યાર બાદ તા.૧૪-૪-૧૯૯૪ થી નગરપાલિકામાં રૂપાંતર કરવામાં આવેલ અને તે મુજબ ભાયાવદરનો વહીવટ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જ ચલાવવામાં આવે છે. |
|
ભાયાવદર શહેરની આજુબાજુના ૧પ કિ.મિ.ના વિસ્તારમાં ૪૭ ગામો આવેલા છે. શહેરના ૧૦ કિ.મિ.ના ઘેરાવામાં આવો વિસ્તાર ઘણો જ ફળદ્રુપ છે. કાળી માટી ધરાવતો હોવાથી તેલીબીયા, મગફળી, ડુંગળી, કપાસ વગેરેનું ઉત્તમ કક્ષાનું ખેત ઉત્પાદન થાય છે. |
|
હાલ ભાયાવદર મુખ્યત્વે ડુંગળી, મગફળી અને કપાસ માટે પ્રખ્યાત છે. ભાયાવદર વિસ્તારની ડુંગળીની સમગ્ર દેશ-વિદેશમાં માંગ છે. ભાયાવદર રેલ્વે સ્ટેશનથી દરરોજ ટેઈનની એક રેન્ક ભરાતી હવે બ્રોડગેજ થઈ જતા ડુંગળી વ્યાપારને પ્રોત્સાહન મળશે જ ગોંડલ સ્ટેટના વખતમાં ભાયાવદર વેપાર તથા સટ્ટા બજારનું મુખ્ય મથક હતું. અને સ્ટેટના વખતમાં જ ટાઉન પ્લાનિંગ કરવામાં આવેલ ભાયાવદર ગામના તળના રસ્તાઓ મોટા ભાગે રપ ફુટ પહોળા છે.
|