|
ભાયાવદરના વિકાસમાં ગોંડલ સ્ટેટનો ઘણો હિસ્સો છે. |
|
સને૧૮૮૬ માં ગોંડલ રાજયના કુંભાજીએ રેલ્વેલાઈન વડે ગોંડલ સાથે જોડયુ અને શહેરના રક્ષણ માટે શહેરની ફરતી દિવાલ-રાંગનું ચણતર કામ કર્યું અને રેલ્વેસ્ટેશન અને રૂપાવટી નદી ઉપર પુલનું ચણતર કામ કરાવ્યુ હતું. વૃક્ષાદિત રસ્તાઓ બનાવ્યા. |
|
ઈ.સ.૧૮૮૮ માં ચોથા ભાગને બદલે ખેડૂતોને માલિકી હક્ક આપી વિધરોટી પ્રથા દાખલ કરી, પરિણામે ખેડૂતો વધારે ઉત્પાદન તરફ વળ્યા. |
|
તા.૧-૧-૧૯૦૪ ના રોજ ગોંડલ તરફથી ભાયાવદરને બીજા વર્ગની સુધરાઈનો દરજ્જો મળ્યો, ત્યારે બેંક, સરકારી મહાલકારી ઓફીસ, સટ્ટા બજાર, તાર-ટેલીફોન ઓફીસ વગેરે સુવિધાઓ હતી. |