1
 
 
 
ધાર્મિક માહિતી
 
 
     
  કાળેશ્વર મહાદેવ:  
 
     અતિ પ્રાચીન પુરાતત્વ ખાતાએ આરક્ષિત કરેલ ભગતસિંહજીએ તેને તાંબાના પતરે રક્ષિત જાહેર કરેલ તથા હાલ ગુજરાત સરકારે ઐતિહાસિક પ્રવાસન વર્ષ નિમિતે લાખો રૂપિયાની ગ્રાન્ટ આપેલ છે. એવું અતિ પ્રાચીન શાંત-રમણીય મહાદેવ-શંકરનું મંદીર મોજ નદીને કાંઠે આવેલું છે.
 
     
  પ્રાગટેશ્વર મહાદેવ:  
 
     પૂર્વ દિશામાં આવેલું પરમ શાંત રમણીય સ્થળ છે. લોકવાયકા પ્રમાણે ગાડાના પૈડાની ધરી ઘસાતા લોહી નીકળેલ અને રાત્રે તે જ ખેડૂતને સ્વપ્નમાં આવી સ્થાપના કરવાનું કહેલ લીકકથાની વાત કરતા પ્રા.નરોતમ પલાણ જણાવે છે કે હવેલી પાસે એક વાવ હતી ત્યાં તેના કાંઠે પવિત્ર સોનારણની ડેરી હતી જે શિવભકત હતી. પરણી ભાયાવદર વૈષ્ણવ પરિવારમાં આવી. તેણીની શરત શિવરાત્રી મેળામાં જવા દેવાની હતી.તેણી જુનાગઢ જાય છે. અને નવાબની નજરે ચડતા નજરકેદ થાય છે. ભાયાવદર આખુ સ્ત્રી ભકતની વહારે જુનાગઢ જાય છે. જુનાગઢના નાગર દિવાન સમજાવે છે.’’ આ સ્ત્રી ગોંડલ સ્ટેટની છે. જુનાગઢ ગોંડલ વચ્ચે વેરભાવ છે તે વધશે. તેથી તે નવાબ ધર્મની બહેન બનાવી માનપૂર્વક રવાના કરે છે. ગામના પાદરમાં શિવભકત ઉત્સવ મચે છે. શિવજી પ્રગટ થાય છે. (તે પ્રગટેશ્વર મહાદેવ) સવારે આ સ્ત્રી દેહ છોડે છે આ સ્ત્રી ભકત સોનારણના રાસડા હાલ પણ ગવાય છે. પૂજય શ્રી જીવીબહેન પ્રેમજીભાઈ સાલાને તેમના ઘણા ગીતો કંઠસ્થ છે.
 
     
  ધીગેશ્વર મહાદેવ:  
 
     ખૂબ જ મોટું ધીંગું શિવલિંગ હોવાથી આ સ્વયંભૂ પ્રાચીન મંદિર ધીગેશ્વર કહેવાયુ હાલ તેનો જીર્ણોધ્ધાર થઈ સુંદર મંદિર નવનિર્મિત થયેલુ છે. જગવીર દાદાનું મંદિર : આ પણ એક પ્રાચીન મંદિર છે. જયાં સૂર્ય મંદિરના પણ અવશેષો છે વગડામાં અગાઉ વણજાર સંપત્તિ ઘટવા આવા મંદિરો બાંધતા અને અમુક માસ-તિથિવાર અમુક વાંસડાની ઉંચાઈ અમુક સમયે સૂર્ય કે ચંદ્રના પડછાયામાં ધજાની પડછાયામાં ધન દાટયાનું નોંધી ધન ઘટતા અને નામ સંકેતનું મંદિર બનાવતા આમ આ ’’જયવીર દાદા’’નું મંદિર પ્રાકૃતિક રળીયામણા વાતાવરણમાં આવેલું છે. જયાં ધૂળેટીનો મેળો ભરાય છે અને ખજૂરોની માનતાઓ આવે છે.જૂની આંબરડી/નવી આંબરડી(હનુમાન દાદા):નવી આંબરડી પાછળથી બંધાયેલ તેથી તે નવી આંબરડી કહેવાય છે. આંબરડીનેસ પણ હતો જે ટીંબો ભાયાવદરમાં ભળી ગયેલો છે. જુની આંબરડીએ પંદરમી સદીમાં રામદેવપીર દવારકાની યાત્રાએ જતા આ ટૂંકા માર્ગે જૂની આંબરડી પાસે મુકામ રાખેલો અને રાતવાસો કરેલો તેમ મનાય છે.
 
     
  મહાદેવીયુ (નીલકંઠ મહાદેવ):  
 
    ખારચીયા રોડ પર એક પ્રાચીન મંદિર આવેલું છે. અહિ પણ એક નેસ હતો જે ટીંબો ભાયાવદર ગામ થતા તેમાં ભળી ગયેલ છે. અત્યારે જીર્ણોધ્ધાર થઈ આ એક સુંદર મંદિર અને આશ્રમ બની ગયો છે. (ખાબા નેસનો ટીંબો પણ ભાયાવદરમાં ભળેલ છે.)
 
     
  પીપળેશ્વર મહાદેવ:  
 
    ગામની પશ્‍િચમે હોકારા કાંઠી, પીપળાની નીચે પ્રગટ થયેલ આ મહાદેવ પીપળેશ્વર મહાદેવ કહેવાયા, હાલ ત્યાં પણ જીર્ણોધ્ધાર થઈ એક સુંદર મંદિર નિર્માણ પામેલ છે.
 
  ખોડીયાર મંદિર (ડાકણીયો ડુંગર):  
 
     ભાયાવદરની પશ્‍િચમે રેલ્વે સ્ટેશનથી નજીક આ ડુંગર આવેલ છે. ઉંચેથી જોઈએ તો આ ટેકરીઓની હારમાળા એક મયર જેવી લાગે છે અને તેના પર એક મોટી શિલામાં માત્ર રૂપે મા ખોડીયારનું સ્થાપન હતું જે હાલ ભવ્ય મંદિરમાં નિર્માણ પામ્યુ છે જેના આ ભવ્ય નિર્માણમાં સ્વ.ભીમભાઈ ડાકોર તથા શ્રી જીકાભાઈ અમલાણીનો પુરુષાર્થ રહેલો છે. અત્યારે દર વર્ષે ઋષિપંચમીના ભવ્ય લોકમેળો ભરાય છે અત્યારે તેનું સંચાલન એક ખોડીયાર મંદિર ટ્રસ્ટ દ્વારા થાય છે. દરરોજ તથા દર રવિવારે, મંગળવારે ઘણા માણસો માનતા તથા દર્શને આવે છે.