સેવાકીય સંસ્થાઓની માહિતી
 
 
 
 
  શ્રી ખોડીયાર મંદીર ટ્રસ્ટ  
     
 
સ્થાપના તા.૩-૧૧-૧૭૬ / રજી.નં. એ-રરર૭
પ્રમુખ શ્રી સ્વ.ડો.ભીમગરભાઈ ગોસાઈ
હાલ પ્રમુખ શ્રી મનસુખભાઈ આંબાભાઈ માકડીયા (તા.૧-૯-ર૦૦૭ થી)
ઉપપ્રમુખ શ્રી બી.આર.જાડેજા
સેક્રેટરીશ્રી વી.સી.વેગડા
 
     
  હેતુ  
     
 
મંદીરનું નવનિર્માણ જાળવણી તથા પૂજા સેવા કાર્ય કરવા.
ધાર્મિક ઉત્સવો ઉજવવા તથા તેની વ્યવસ્થા કરવી.
લોકમેળા સાંસ્કૃતિક કાર્યક્રમો (ધાર્મિક) કરવા ઉજવવા.
આધ્યાત્‍િમક-ધાર્મિક કાર્યો કરવા, વ્યાખ્યાનો, સત્સંગ કરવા.
સાધુ, સંતો, ગરીબો, પ્રવાસી-અભ્યાગતોને ભોજન બટુક ભોજન વગેરે
 
     
  મંદિરનો સંક્ષિપ્ત ઈતિહાસ  
     
 
ડાકણીયા ડુંગર ઉપર પથ્થર (થાપા) સ્વરૂપે ખોડીયાર માતાજી હતા.
માલધારીઓ તથા આસપાસના લોકોની આસ્થાનું કેન્દ્ર હતું. ફેલવાળા રબારી પરબત બાપા જણાવે છે કે સૌરાષ્ટ્ર રાજય વખતે ભૂપત બહારવટીયો ભાયાવદર ગામ ભાંગવા આવ્યો ત્યારે અહિ શુકન માંગવા માટે સાત શ્રીફળ વધાર્યા પણ બધા જ દોટા આમ માતાજીએ ગામની રક્ષા કરેલ છે. જયારે ભૂપતે ત્યારબાદ ખારચીયા ગામ ભાંગેલ જેથી શહીદ ખારચીયા કહેવાય છે. અહિં કોઈ સાધુ સંત રાતવાસો પણ કરી શકતું નહીં. માત્ર ગઢવી બાપુએ ૧૪ વર્ષ રહી સેવા પૂજા તથા વિકાસ કર્યો.
૧૯૭ર થી ઈલ.લાઈટ આવી તથા નાના સ્વરૂપે લોકમેળાની શરૂઆત થઈ જે ઋષીપંચમીનો મેળો કહેવાય છે. તા.ર૬-૧-ર૦૦૧ માં ધરતીકંપ વખતે સર્વનાશ થયો માત્ર માતાજીની એક મૂર્તિ જ બચી જેને લોકો ચમત્કાર ગણે છે.
લોકમેળાની આવકમાંથી તથા દાતાશ્રીઓ નવઘણસિંહ નટુભા ચુડાસમા શ્રી દુર્લભજીભાઈ જેસીસ, ઉમિયાજી કેળવણી મંડળ તથા અનેક નામી-અનામી દાતાઓના યોગદાનથી પુન:સુંદર મંદિરનું નિર્માણ થયેલ છે. હાલ મંદિર ફરતી રેલીંગ, લાદી, પગથીયા, પાણીનો ટાંકો વગેરે કામો ચાલુ છે. જેમાં સ્વ.શુંભગરભાઈનો પુત્રોનો ફાળો છે.
નીચે સુંદર આશ્રમમાં ૧પ૦ માણસો એક સાથે ભોજન લઈ શકે તેવું ભોજનાલય છે. આગળ સ્વ.નટુભા ચુડાસમાના પત્રોએ કલાત્મક પ્રવેશ દ્વાર બંધાવી આપ્યુ છે.
નીચેના પગથિયાથી સુંદર ગેર સ્વ.ડો.ભીમગરભાઈની સ્મૃતિમાં તેમનાં સંતાનોએ બંધાવી આપેલ છે. તથા નીચેથી ઉપર સુધી ટુ વે અંડર ગ્રાઉન્ડ વાયરીંગ શ્રી નરેન્દ્રભાઈ તથા શ્રી બાવુભાઈએ વિનામૂલ્યે સેવા આપેલ છે.
ઋષિ પંચમીના મેળાના સમયે પૂજા અર્ચના ધ્વજારોહણ હર સાલ કરે છે.
શ્રી ખોડીયાર મંદિર ટ્રસ્ટ મંદિરના વિકાસ માટે સતત પ્રવૃત છે.