સેવાકીય સંસ્થાઓની માહિતી
 
 
 
 
     શ્રી સરસ્‍વતી ચેરીટેબલ ટ્રસ્‍ટ  
     
 
સ્થાપના તા.૬-૯-૧૯૯૭
પ્રમુખ શ્રી ડો.એ.જી.પટેલ
 
     
  ટ્રસ્ટનો ઉદ્દેશ:  
     
 
    શૈક્ષણિક વૈદકીય રાહત ગરીબોને આર્થિક સહાય તેમજ અન્ય સંસ્થાકીય કાર્ય કરવા. કેળવણીના પ્રચાર માટે શાળાઓ સ્થાપવી આવી શૈક્ષણિક સંસ્થાઓને આર્થિક મદદ કરવી ગરીબ તેમજ લાયક વિદ્યાર્થીઓને યુનિફોર્મ, લોન, સ્કોલરશીપ, ચોપડા, નોટબુક વગેરેની સહાય કરવી જરૂરતમંદ શાળાઓમાં માનદવેતનવાળા શિક્ષકોની સેવા આપવી.
 
     
 
    વિદ્યાર્થીઓમાં શાળાનાં અભ્યાસ ઉપરાંત સારા સંસ્કારનું સિંચન થાય ચારિત્ર ઘડતર તેમજ વ્યક્તિત્વનો વિકાસ થાય તેવા તમામ પ્રયત્નો કરવા. ટ્રસ્ટનું સંચાલન કોઈપણ જાતના નાત જાત ધર્મ કે વાદના ભેદભાવ વગર રાજકીય હેતુથી પર રહીને કરવામાં આવે છે.મ્યુ.કન્યા વિદ્યાલયમાં આશરે નવ લાખ રૂ.અપાવ્યા.
 
     
 
    છેલ્લા છ સાત વર્ષમાં ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃતિ રૂ.૯૧૩૮૦૦૦/- શ્રી ગોવિંદભાઈ લાલાણી અને ડો.જીવનભાઈ દલસાણીયાના માર્ગદર્શન મુજબ આ ટ્રસ્ટની સ્થાપના થઈ છે. મૂળ ભાયાવદરના અને હાલ અમેરીકામાં વસતા દરેક ભાઈઓના આર્થિક સહયોગથી આ સંસ્થા ચાલે છે. આ મિત્રોની સહાયથી મ્યુ.હાઈસ્કુલ તથા મ્યુ.કન્યા વિદ્યાલયમાં આશરે સાત લાખ રૂપિયાના ખર્ચે કોમ્પ્યુટર ચાલુ કરેલ છે. કુમાર તાલુકા શાળામાં ફરતો વંડો લોખંડનો મેઈન ગેઈટ તથા નોલેજ બોર્ડ કરાવેલ છે. તથા તાલુકા કન્યા શાળામાં પંખા, ટયુબ તથા લાઈટ ફીટીંગ કરાવેલ છે. શાળાનું રીનોવેશન કરાવી આપેલ છે. હોળીધાર પ્રા.શાળામાં ફરતો વંડો, સેનેટરી બ્લોક અને પીવાના પાણીનો ટાંકો તથા નોલેજ બોર્ડ કરાવી આપેલ છે. વગેરે.