સેવાકીય સંસ્થાઓની માહિતી
 
 
 
 
      ભાયાવદર સેવા સહકારી મંડળી  
     
 
સ્થાપના તા.૧૯-૯-૧૯૬પ (રજી.નં.આર./૧ર૦/રરર૪)
 
     
 
    ——’’વિના સહકાર નહી ઉધ્ધાર’’ એ હેતુથી ગામના અગ્રણી ખેડૂતોએ સાથે મળી સ્થાપના કરેલ છે. જેના પ્રથમ પ્રમુખ શ્રી સ્વ.ગોગનભાઈ કાળાભાઈ દેસાઈ તથા માનદમંત્રી શ્રી ચત્રભૂજ લાઘાભાઈ અમૃતિયા હતા. કારણ હતું ગામના દરેક વર્ગના ખેડૂતોને શોષણખોર શ્રીમંતોની આર્થિક ચુંગલમાંથી છોડવા તથા તેમને દરેક પ્રકારે ઉપયોગી થઈ ખેતસુધારણા કરવી.
 
     
  સહકારી મંડળીની હાલની વિગત  
     
 
મંડળીના સભાસદ - ર૬પ૮
છેલ્લા ઘણા વર્ષોથી ઓડીટવર્ગ-અ મળે છે.
અન્ય ભંડોળ-પરર૮૭૬૦
મંડળીની અદ્યતન ઓફીસ પોતાની માલીકીની છે.
શેર ભંડોળ-રૂ.૭૪૭૪ર૬૦/-
રસાયણ ખાતર ગોડાઉન નંગ - ર૦
અનામત ભંડોળ-રૂ.૬૦ર૧૩૭૦/-
ચાલુ વર્ષનો નફો રૂ.૧૮૬૧૬૯પ/-
શેર ભંડોળ-રૂ.૭૪૭૪ર૬૦/-
મધ્યમ મુદત ધિરાણ રૂ.૧૧૪ર૪૪૬/-
સભાસદ ધિરાણ-રૂ.પર૩૭૪ર૭૦/-
મંડળીનું અન્ય સંસ્થામાં શેર રોકાણ રૂ.૬૦૦૭૩૭૦/-
છેલ્લા ઘણા વર્ષોથી ડીવીડન્ડ ચુકવણી - ૧પ%
 
 
     
  સહકારી મંડળીના કાર્ય  
     
 
    હાલમાં મંડળી ખેડૂત ઉપયોગી જંતુનાશક દવા, રાસાયણીક ખાતર, ક્રુડ ઓઈલ, ગ્રીસ, મશીનરી સ્પેર પાર્ટસ, દવા છંટકાવ પંપ તથા તેના સ્પેર પાર્ટસ, સુધારેલ બિયારણ, કમળ છાપ સિમેન્ટ, રિલાયન્સનાં એચ.ડી.પી.પાઈપ વગેરેનું વેચાણ કરે છે. મંડળીનો ઉપર મુજબનો માલ કુલ રૂ.પ૮૪૯૦૦૬૪/- છે. મંટળીનું કુલ ટર્ન ઓવર રૂ.૩૪૭૮૮૯૪૦૦/- છે.
 
     
  સહકારી મંડળીના વિભાગો  
     
 
   (૧) દવા ખાતર (ર) ક્રુડ કેરોસીન ખાતર (૩) મશીનરી સ્પેર પાર્ટસ તથા પંપ અને તેના સ્પેર પાર્ટસ (૪) ખાતર ગોડાઉન (સ્ટેશન રોડ) (પ) ખાતર ગોડાઉન (હોળીઘાર રોડ) (૬) ઓફીસનું નવું અદ્યતન બિલ્ડીંગ (હોળીઘાર રોડ) ઓફીસ ફોન નં.ર૭૪૩૩૮
હાલમાં મંડળીના પ્રમુખ શ્રી વિનોદરાય છગનભાઈ વેગડા તથા મંત્રીશ્રી ધીરજલાલ વલ્લભદાસ માકડીયા છે. જયારે પીઢ અને માજી પ્રમુખ શ્રી બાબુલાલ કુરજીભાઈ જીવાણીના માર્ગદર્શન હેઠળ તેમની પેનલ સક્રીય રહી સંઘ ભાવનાથી સુવાકીય કાર્યો કરી રહી છે.