સેવાકીય સંસ્થાઓની માહિતી
 
 
 
 
  શ્રી પટેલ સેવા સમાજ
 
     
 
સ્થાપના: તા.૯-પ-૧૯૭૯
પ્રથમ પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ જાદવભાઈ માકડીયા
હાલ પ્રમુખ શ્રી વિનોદરાય વિઠ્ઠલભાઈ માકડીયા
મંત્રી શ્રી ડો.એ.જી.પટેલ
 
     
  સંસ્થાના હેતુઓ તથા ઉદેશો:  
     
 
     કડવા પટેલના સામાજીક, સાંસ્‍કૃતિક અને ધાર્મિક પ્રસંગો ઉજવવા માટે કોમ્યુનીટી હોલ, વાડીઓ ઉતારાઓ, ભોજનશાળાઓ બાંધવા, ચલાવવા અને નિભાવવાની પ્રવૃતિઓ કરવી. જરૂરીયાતવાળા ભાઈ-બહેનોને આર્થિક સહાય કરવી, વૈદકીય રાહત, સહાય અને સારવાર તેમજ ઉચ્ચ શિક્ષણ માટે સહાય આપવી.
 
     
 
     આમ તો આ કહેવાય ’’કડવા પટેલ સમાજ’’ પણ સમસ્ત ગામમાં પ્રજાજનો વિવિધ પ્રવૃતિઓ માટે જરૂરીયાતો મુજબ વાડીનો ઉપયોગ કરી તથા અન્ય સેવાઓનો લાભ લે છે અને આનંદ અનુભવે છે. ૧૯૮૭ના ભયંકર દુષ્કાળ સમયે કેમ્‍પનું આયોજન કરી તથા સમસ્ત ગામનીં પ્રજાજનોની સાથ સહાય લઈ ભાયાવદર ગામનું પશુધન બનાવેલ તથા ગરીબ લોકોને અનાજની સેવા આપેલ. આ ગામ પટેલની વધારે વસ્તી ધરાવતું હોઈ આ જ્ઞાતિએ સર્વસ્વ પ્રકારની આર્થિક, શૈક્ષણિક તથા અન્ય સેવા પૂરી પાડે છે.