વૃક્ષારોપણ કરવા તથા જયાં થતા હોય ત્યાં સહકાર આપવામાં આવે છે. રણથંભર (રાજસ્થાન)માં ૧પ દિવસ રોકાઈ વાઘ ગણતરી કાર્ય કર્યુ. પ્રકૃતિ શિક્ષણની તાલિમ લઈ જુદી જુદી શાળામાં વનખાતા દ્વારા યોજાતી શિબીરમાં તાલિમ આપે છે. જેમ કે સક્કરબાગ, બધેશ્વર જામવાળા, હિંગોળગઢ વગેરે તદુપરાંત ગિરનાર પરિક્રમા, શિવરાત્રિ મેળો જેવા પ્રસંગોએ વ્યવસ્થા જાળવવામાં મદદ કરે છે. તથા પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવે છે. આવા કાર્યક્રમો બાદ પ્રાણીઓ માટે ખરા રૂપ પ્લાસ્ટિક એકત્રીકરણ કરવામાં વનખાતાને સહયોગ આપે છે. વનખાતા દ્વારા યોજાતી સારસ કુંજ, ગીધ વગેરે પક્ષીઓની ગણતરી તથા દીપડા હરણ, રોજ વગેરે પ્રાણીઓની ગણતરીમાં પણ યોગદાન આપે છે. આમ યુવાનો, વિદ્યાર્થીઓ તથા નવી પેઢીને ફરી પાછી કુદરત તરફ વળી પશુ, પંખી, પ્રાણી, વૃક્ષોથી પરિચિત કરાવી ઉપયોગિતાની જાણકારી આપવાનું કાર્ય કરે છે. સર્પ જેવા પ્રાણીઓની વ્યવસ્થા માટે કુંડ તથા અન્ય વ્યવસ્થા જાળવણી પણ કરે છે.
|