ધાર્મિક માહિતી
 
 
     
  શ્રી મદન મોહનલાલની હવેલી  
 
    ભાયાવદરમાં જુના બસ સ્ટેન્ડ પાસે શ્રી મદન મોહનલાલની હવેલી આવેલી છે. જેમાં હરેક સમાના દર્શન થાય છે. તથા દરેક ઓછવ ઉજવાય છે.
 
     
 
     ભાયાવદર ગામના પટેલ હરજી બાપા માકડીયાના પિતાશ્રી એ ગામતઈની જમીન સનદ-૭૯૩ ની આશરે એકર-૪, ગુઠા-૧૬ તે જુનાગઢની હવેલીના મહારાજશ્રી દ્વારા કેશજી લાલજીને અર્પણ કરેલ જેમાં લગભગ ૧પ૦ વર્ષ પહેલાં શ્રી મદન મોહનલાલજીની નાની હવેલી બેધાવેલ જે જુની હવેલી કહેવાતી તે સમયે ભાયાવદરમાં લગભગ છ હવેલીઓ હતી તે પછી એટલે ૧૦૦ વર્ષ પહેલા નવુ મકાન બંધાવામાં આવેલ છે. જેની રામજી બાપા, જગુ બાપા સોની, ધનાબાપા વેગડા, ગોપાલ બાપા જસાણી, નાનજીબાપા માકડીયા, મથુરભાઈ સોની વગેરેએ ૧૯૭૦ સુધી વહીવટ ચલાવ્યો.
 
     
 
     ત્યારબાદ શ્રી ચેરીટી કમીશ્નર સાહેબ રાજકોટ તરફથી ચેરીટેબલ પબ્લીક ટ્રસ્ટ મુજબ નોંધણી નં.ર૧૬૯, તા.૧પ/૭/૭૦ થી રજીસ્ટર થયેલી છે. જેના પ્રમુખશ્રીઓ (૧) નાનજી ભોવાન માકડીયા (ર) ગોપી હીરજી ફળદુ (૩) કાંતિલાલ જાવિયા તથા હાલ (૪) ગોવિંદભાઈ સાપરીયા વહીવટ ચલાવે છે. ટ્રસ્ટમાં હાલ કુલ ૧૭ સભ્યો છે.
 
     
  હવેલીમાં ઉપલબ્ધ સુવિધાઓ:  
 
    (૧) નિજ મંદિર સામે વિશાળ સત્સંગ હોલ (ર) ઠંડા પાણી માટે ફ્રીજ (૩) અપરસ જળ માટે બલર તથા મોટર (૪) બગીચો તથા તેમાં ભાઈ બહેનો માટે સંડાસ-બાથરૂમની અલગ વ્યવસ્થા (પ) હવેલીનું સુંદર પ્રવેશ દ્વાર જેની ઉપર શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજીની સુંદર આરસ પ્રતિમા પધરાવેલ છે. (૬) ઓફીસ-સ્વતેત્ર હોલ છે. (૭) બેસવા ૧૬ બાકડા છે. (૮) આંગણામાં તુલસી કગારો તથા પીપળો છે. (૯) હવેલી મારફત ગામની ગરીબ મા-બાપની દીકરીના લગ્ન પ્રસંગે ઘરવખરીની સ્ટીલ સેટનો કરીયાવર કરાય છે.
 
     
  હવેલીની જમળવણી તથા નિભાવ ખર્ચ માટે:  
    (૧) વૈષ્ણવ ભાઈ-બહેનો તરફથી ભેટ (ર) ગામ-બહારગામના સ્વર્ગસ્થના કીર્તન-ભેટ (૩) મકરસંક્રાતિએ પંખીની ચણ ઉઘરાવી દરરોજ સત્સંગ હોલ ઉપર ચણ નાખવામાં આવે છે. (૪) હવેલીની ગાય માટે ફીકસ્ડ ડીપોઝીટ નિરણ યોજના રૂ.પ૦૧/-ની છે.જે તિથી નિમિતે નિરણ નખાય છે.
ઓછવો:
     (૧) જન્માષ્ટમીની શોભાયાત્રા તથા હરેક સમા સમાના ઓછવો ઉજવવામાં આવે છે. (ર) હવેલી હસ્તકની ૧ર દુકાનો છે. જેના ભાડાની આવક થાય છે. હવેલીના મુખ્યાજીઓ: (૧) શ્રી વલ્લભભાઈ ગવૈયા (ર) શ્રી કેશુભાઈ (૩) શ્રી રામજી બાપા ભટ્ટ (૪) શ્રી દામજીભાઈ બપોદરા (પ) શ્રી હરિભાઈ મસ્જાદી (૬) શ્રી મનુભાઈ દવે તથા હાલમાં (૭) શ્રી નિલેશભાઈ રાવલ સેવા કાર્ય કરે છે.