ગૌવંશની સુધારણાના હેતુ સાથે સ્થપાયેલી આ સંસ્થા અન્ય કાર્યો પણ કરે છે. આશરે ૪પ વિઘામાં પાંચ હજાર જેટલા લીમડાનું વાવેતર તેમજ ઔષધ ઉદ્યાન કરેલ છે. ગીર ઓલાદની ગાયોનું સંરક્ષણ સંવર્ધન તથા પાણી સંગ્રહ માટે ત્રણ ચેકડેમનું બાંધકામ ઉપરાંત માનવસેવાના કાર્યો પણ કરતી રહે છે. |