સેવાકીય સંસ્થાઓની માહિતી
 
 
 
 
      શ્રી જય જલારામ સેવા મંડળ  
     
 
સ્થાપના સને ૧૯૯૮
પ્રમુખ શ્રી રાજા ડાયાલાલ માવજીભાઈ
ઉપપ્રમુખશ્રી લુક્કા જેન્તીલાલ લખુભાઈ
મંત્રી હિંડોચા શશીકાન્તભાઈ ત્રિભોવનદાસ
 
     
 
     ભાયાવદર ગામના હાલ યુ.કે. નિવાસી શ્રી દુર્લભજીભાઈ ભીમજીભાઈ લાખાણી અને શ્રીમતિ શારદાબેન દુર્લભજીભાઈ લાખાણી માદરે વતનના લોકો પ્રત્યેના પ્રેમને અનુ જ્ઞાતિ પ્રત્યે પ્રેમભાવથી પ્રેરાઈ તથા ભાયાવદર જ્ઞાતિજનોના સાથ સહકારથી સેવા ભાવનાના હેતુથી આ સંસ્થા નિર્માણ પામી આ પ્રવૃતિ શરૂમાં જ્ઞાતિ પૂરતી જ મર્યાદિત હતી. પરંતુ તે ર૦૦૧ માં સર્વજન હિતાય બની સર્વ સમાજ માટે લાખાણી પરિવાર તરફથી ભાયાવદરને એક એમ્બ્યુલન્સ સેવા માટે આપી આ વિધ પ.પૂ.શ્રી રમેશભાઈ ઓઝાના આશિર્વાદથી સમ્પન્ન થઈ.
 
     
 
    ઈ.સ.ર૦૦ર માં પોલીયો તથા વિકલાંગો કેમ્પ યોજાયો જેમાં ૩પ૭ જેટલા દર્દીઓએ લાભ લીધેલો જેમાં ૪ર વિકલાંગો માટે સાયકલ તથા ૩૪ પગ અને ચાર હાથ સ્થળ પર જ બનાવી ફિટ કરી આપેલ અને તે કેમ્પ ત્રણ દિવસ સુધી ચાલેલો જેમાં અદ્દભૂત સેવા સાંપડેલ આ પછી બીજા અનેક કેમ્પો પણ યોજેલા છે. અને સેવાકીય પ્રવૃતિઓ ચાલે છે.