સેવાકીય સંસ્થાઓની માહિતી
 
 
 
 
      ભાયાવદરનો ચેમ્બર ઓફ કોમર્સ  
     
 
સ્થાપના આજથી ર૧ વર્ષ પહેલા
હેતુ ગામના પ્રશ્નોને વાચા આપી સેવાકીય કાર્યો કરવા.
કાર્ય
આ હેતુને સિધ્ધ કરવા ગામના અગ્રણી વેપારીઓ શ્રી બચુભાઈ તેજાભાઈ સીણોજીયા શ્રી ગોપાલ હીરજી ફદુ, વકીલ શ્રી સ્વ.જમનભાઈ ઘોડાસરા, સ્વ.ગોરધનભાઈ ભાલોડીયા તથા શ્રી ઈશ્વરભાઈ પારેખ વગેરે આગેવાનોએ શ્રી બચુભાઈ તેજાભાઈ પ્રથન પ્રમુખ તરીકે વરણી કરી નીચેના સેવાકીય કાર્યો કર્યા છે.
 
     
 
ગામની જરૂરીયાતોની સરકાર સમક્ષ રજુઆત કરવી જેમ કે એસ.ટી./રેલ્વે તથા અન્ય સુવિધાઓ માટે
ગામની જરૂરીયાત માટે ઉપલેટા તાલુકાની ટેલીફોન ડીરેકટરી તથા બીજી વખત પણ ’’દોરડે વાતુ’’ છાપી પ્રસિધ્ધ કરેલ
૧૯૯પ/૯૬ થી શ્રી કાન્તીભાઈ જાવિયાએ કાર્ય સંભાળીને સેવાકીય કાર્યો ત્યારબાદના સંભાળેલા છે.
ટેલીફોન ખાતાએ ખાસ જરૂરી રજુઆત કરી ગામમાં પ્રથમ ટાવર નખાવેલ.
આજુબાજુના તાલુકાના ચેમ્બર્સ ઓફ કોમર્સ સાથે મળી જેમ કે ઉપલેટા, ધોરાજી, પાનેલી, જામજોધપુર વગેરે તથા અન્ય અગ્રણી વેપારીઓએ સાથે મળી ઉગ્ર રજુઆત કરી જેના ફળ સ્વરૂપે જેતલસર-વાંસજાળીયા રેલ્વેલાઈન બ્રોડગેજમાં રૂપાંતર પામી રહી છે વગેરે હાલ મંત્રી તરીકે શ્રી અશોકભાઈ ભાટીયા છે.